HomeGujaratપ્રેસ કાર્ડના નામે, અને પોલીસ અરજી પાછી ખેચવા પેટ્રોલ પંપ ધંધાર્થી પાસે...

પ્રેસ કાર્ડના નામે, અને પોલીસ અરજી પાછી ખેચવા પેટ્રોલ પંપ ધંધાર્થી પાસે રૂપિયા માંગનાર ત્રણ ભાઈઓ સામે ગુન્હો દાખલ

મોરબી શહેરમાં સ્થાનિક ન્યુંઝ પેપર અને વેબ પોર્ટલ ચલાવતા ત્રણ પત્રકારો દ્વારા તાજેતરમાં તેના માધ્યમમાં સામા કાઠે આવેલા પેટ્રોલ પંપ ધંધાર્થી દ્વારા ઓનલાઈન પેમેન્ટ ન સ્વીકારી અને સ્ટાફ દ્વારા ધમકાવવામાં આવતા હોય તેવો વિડીયો સમાચાર ચલાવ્યા હતા તેમજ પેટ્રોલ પંપ સંચાલક અને કર્મચારી દ્વારા માર મારી ધમકી આપવા અંગેની પોલીસ મથકમાં અરજી આપી હતી આ ઘટના માં હવે નવો વળાંક આવ્યો છે પેટ્રોલ પંપ સંચાલક કૃષીતભાઇ મંગળજીભાઇ સુવાગીયાએ ત્રણેય ભાઈઓ જયદેવભાઇ બુધ્ધભટ્ટી મયુરભાઇ બુધ્ધભટ્ટી રાધેશભાઇ બુધ્ધભટ્ટી સામે ફરિયાદ નોધાવી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓના નાયરા કંપનીના પેટ્રોલ પંપ ઉપર જયદેવ બુધ્ધભાટ્ટી નાઓએ આવી ડીઝીટલ પેમેન્ટ સ્વીકારવા બાબતે બોલાચાલી કરી મોબાઇલ ફોનમા વિડીયો બનાવી લીધેલ હોય અને મયુર બુધ્ધભટ્ટી નાઓએ પેટ્રોલ પંપ ઉપર કૃષિતભાઈને ગાળો બોલી હતી તેમજ રાધેશ બુધ્ધભટ્ટી નાએ અગાઉ પાસેથી પોતાના મીડીયા ગૃપના આઇ કાર્ડ રીન્યુ કરવાના બહાને રૂપીયા-૩,૦૦૦/- મેળવી લીધીલ હોય બાદ આરોપી નં-૧ જયદેવભાઇ એ પોલીસમા કરેલ અરજી તથા મોબાઇલમા બનાવેલ વિડીયો ડીલીટ કરવા માટે રાધેશ બુધ્ધભટ્ટી નાઓએ કૃષિત ના પીતાજી તથા પાર્ટનર પાસે અરજી પાછી ખેચી લેવાના અને વિડીયો ડીલીટ કરી નાખવા બાબતે રૂપીયા-૫૦,૦૦૦/- ની માંગણી કરી હતી આ બનાવ આધારે પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW