HomeGujaratમોરબીના એવન્યુ પાર્ક પાસે નાલાના રીપેરીંગ માટે વાહનોની અવર જવર બંધ કરી

મોરબીના એવન્યુ પાર્ક પાસે નાલાના રીપેરીંગ માટે વાહનોની અવર જવર બંધ કરી

મોરબી નગરપાલિકા દ્વારા એવન્યુ પાર્ક પાસે રવાપર રોડ ઉપર આવેલ નાળું નબળી હાલતમાં હોય તેથી ત્યાં નવું નાળું બનાવવું અતિ આવશ્યક છે. તેથી આ નાળા ઉપર વાહનોને ડાયવર્ઝન આપીને આગામી તારીખ ૦૯/૧૨/૨૦૨૪ સુધી વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગેનું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ટુ-વ્હીલર પ્રકારના વાહનો માટે નાળા પાસેથી સિંગલ પટ્ટી રોડ- નીલકંઠ સ્કૂલ- બાપા સીતારામ ચોક- રવાપર ગામ તરફ જઈ શકાશે.ફોર વ્હીલર પ્રકારના વાહનો માટે વૈકલ્પિક રુટ તરીકે શાક માર્કેટ- જેલ ચોક- લીલાપર રોડ- આલાપ રોડ- રવાપર ગામ તરફ જઈ શકાશે.

ફોર વ્હીલર પ્રકારના વાહનો માટે વૈકલ્પિક રુટ તરીકે શાક માર્કેટ- ગાંધી ચોક- રવાપર રોડ- પવનપુત્ર પાન- રામદેવ ટોઇઝ દુકાનવાળી શેરી- નર્મદા હૉલ- આલાપ રોડ- રવાપર ગામ તરફ જઈ શકાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW