સુરતના માંગરોળના બોરસરાં ગામે 3 નરાધમોએ પહેલા સગીરાના મિત્રને માર મારીને ભગાડી મૂક્યો હતો. બાદમાં એક બાદ એક સગીરાને પીંખી નાખી હતી. પીડિતાના મિત્રએ જાણ કરતા ગ્રામજનોએ પહોંચી અર્ધ નગ્ન હાલતમાં સગીરાને હોસ્પિટલ પહોંચાડી હતી. આ નરાધમો દુષ્કર્મ બાદ પીડિતા અને તેના મિત્રનો મોબાઇલ પણ લઇ ગયા હતા. આ ઘટના બાદ પોલીસે ત્રણેય પરપ્રાંતિય આરોપીઓની ઓળખ કરી લીધી છે.
મળતી માહિતી મુજબ, પીડિતા જ્યાં અભ્યાસ કરતી હતી ત્યાંથી અહીં કીમ તેના મિત્રને મળવા આવી હતી અને ગઈકાલે રાત્રે 10:30 વાગ્યે અન્ય બે મિત્રો સાથે આઈસક્રીમ ખાઈને પેટ્રોલ પુરાવવાનું હોવાથી મોટા બોરસરાંના રસ્તે હાઈવે પરના પેટ્રોલપંપ પર બંને જઈ રહ્યા હતા. તે દરમિયાન વચ્ચે રસ્તા પર ખેતરમાં તેઓ થોડો સમય બેઠાં હતા. જે બાદ રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે ત્યારે આ શખ્સોએ ત્યાં પહોંચી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ થતા તે ઘટના સ્થળે પહોચી આગળની તજવીજ હાથ ધરી છે.

