વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની વાડીમાં તસ્કરો ત્રાટકયા હતા અને 2 ઇલેક્ટ્રીક મોટર ચોરી કરી ફરાર થઈ ગયા હતા આં અંગે વાડી માલિકે નોંધાવેલી ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ની મદદ થી ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસ કર્યો હતો આં દ રમિયાન વાંકાનેર સિટી પોલીસને બાતમી મળી હતી કે ચંદ્રપુર ગામમાં થયેલા મોટર ચોરી કરનાર શખ્સ વેચવાની ફિરાકમાં હોય અને આરોપીઓ મુદ્દામાલ સાથે મોટરસાઈકલમાં આવવાના હોય, આ બાતમી આધારે વાંકાનેર નવાપરા નાકા મુકામે વોચ ગોઠવી દિલીપભાઈ પરસોત્તમભાઇ ચારોલીયા અને નરેશભાઇ કેશાભાઈ ચારોલીયાને પકડી પાડ્યા છે. બન્ને આરોપીઓ પાસેથી પોલીસે 5 હોર્સ પાવરની બે ઇલેક્ટ્રીક મોટર કિંમત રૂ.29,000 અને બાઇક કિંમત રૂ.15,000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
