HomeGujaratટંકારાના જબલપુર ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ટંકારાના જબલપુર ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં સેવાસેતુ અન્વયે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ટંકારા તાલુકાના જબલપુર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ અન્વયે ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જબલપુર ક્લસ્ટર હેઠળના ગામમાંથી આવેલા લોકોને વિવિધ સરકારી સેવાઓનો સ્થળ પર લાભ આપવામાં આવ્યો હતો. ધારાસભ્યએ લોકોને સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સરકારની વિવિધ સેવાઓનો ઘર આંગણે લાભ લેવા અનુરોધ કરતા સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત સેવાસેતુને સરકારનું જન કલ્યાણકારી પગલું ગણાવી છેવાડાના લોકો માટે આ કાર્યક્રમને આશીર્વાદરૂપ ગણાવ્યો હતો.

આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ અધિકારીઓ તથા જબલપુર ગામ અને સેવાસેતુ ક્લસ્ટર હેઠળના ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW