મોરબીમાં તહેવારના સમયમાં સુરક્ષા વ્યવસ્થાને લઇ પોલીસ સક્રિય બની,
મોરબીમાં પોલીસે નિયમોનો ભંગ કરનાર 7 જેટલા સ્પા અને 4 જેટલી હોટેલો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક આવતા પોલીસ એલર્ટ બની છે. ત્યારે એ ડિવિઝન પોલીસે વિવિધ વિસ્તારોમાં હોટેલ અને સ્પામાં ચેકીંગ હાથ ધર્યું હતું. એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાએ જણાવ્યું કે, જેમાં શક્તિ ચેમ્બરમાં આવેલ હોટલ ભૂરા સ્પા, જિયાન પ્લાઝમા આવેલ કામા સ્પા, લીલાપર રોડ ઉપર આવેલ ગ્રેવીટી સ્પા, માળીયા હાઇવે ઉપર આવેલ કૃષ્ણ કુંજ હોટેલ, જુના બસસ્ટેન્ડ પાસે આવેલ હોટલ વ્રજ, નવા બસસ્ટેન્ડ પાસે આવેલ હોટલ રાધે, આશીર્વાદ ગેસ્ટ હાઉસ, ભક્તિનગર પાસે આવેલ બ્લ્યુ ઓસન સ્પા, ગુલમહોર સ્પા, વેનુસ સ્પા, ઓરેન્જ સ્પા, એચડી વેલનેસ સ્પા, દલવાડી સર્કલ પાસે આવેલ ટોપીન સ્પા, કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ હનીએસ સ્પા આ 14 હોટલ અને 10 સ્પામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રજીસ્ટર ન નિભાવતા હોય, આઇડી ન લેતા હોય તેવા 4 હોટેલ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે સ્પામાં કામ કરતા કર્મચારીઓ ની વિગતો ન આપી હોય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવ્યું હોય તેવા 7 સ્પા સામે પણ જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

