HomeGujaratવાંકાનેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

વાંકાનેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

વાંકાનેર પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે માટેલ રોડ નજીક રેડ મારતા ત્યાં વર્લી ફીચરનો જુગાર રમતો અરવિંદસિંહ મહિપતસિંહ ગોહિલ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી કુલ રૂ.- 950નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે તે શખ્સ વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત વાંકાનેર પોલીસે ઢુવા માટેલ રોડ અમરધામ પાસે રેડ મારતા ત્યાં વર્લી ફીચરનો જુગાર રમતો બળદેવભાઇ ખોડાભાઇ દેગામાને પોલીસે પકડી લીધો હતો. તે શખ્સ પાસેથી રૂ.- 1100નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW