મોરબીના શોભેશ્વર રોડ ધાર પાસે બાતમીના આધારે પોલીસે રેડ મારતા તે સ્થળે જુગાર રમતા વિજયભાઇ નટુભાઇ બાવરવા, રાજેશભાઇ લક્ષ્મણભાઇ ઢવાણીયા, અશોકભાઇ ધનજીભાઇ ગણેશીયા અને અમિતભાઈ કાનજીભાઈ વરાણીયા નામના આ ચાર જુગારીઓને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 10,600નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

