મોરબીના એસ.પી.રોડ. પાસે આવેલ ડી વિંગ ઇડનગાર્ડ્નમાં રહેતા દિનેશચંદ્ર મોહનભાઇ ઘાટોડીયા નામના વૃદ્ધને ગઈકાલે પોતાના ઘરે હાર્ટ એટેક આવતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

