HomeGujaratહળવદના રાયધ્રાના મકાનમાંથી રૂ 1.90 લાખના સોનાના દાગીના ચોરી કરનાર આરોપી ઝડપાયો

હળવદના રાયધ્રાના મકાનમાંથી રૂ 1.90 લાખના સોનાના દાગીના ચોરી કરનાર આરોપી ઝડપાયો

હળવદ તાલુકાના રાયધ્રા ગામમાં ગત જુલાઈ મહિનાની 13થી 19 તારીખ દરમિયાન નવઘણભાઈ સવાભાઇ પરાસરિયા નામના 42 વર્ષીય ખેડૂતના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરની તિજોરી તોડી રૂ 1.૩૩ લાખની કિમતની ત્રણ તોલા મગ માળા અને રૂ 57000 ની કિમતના કાનમાં પહેરવાના સોનાના કોકરવાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા આ બનાવમાં પોલીસ દ્વારા ફરિયાદ નોધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ચોરીની ઘટનામાં સંડોવાયેલ શખ્સ હળવદ શહેર આસપાસ હોય આ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને એક વ્યક્તિને શંકા આધારે ઝડપી લઈ તેની પૂછપરછ કરી હતી તેમજ તેના સામાનન તલાસી લેતા તેની પાસેથી સોના ના દાગીના મળી આવ્યા હતા જે ચોરીના હોવાનું સામે આવ્યું હતું જેથી તેની કડક પૂછ પરછ કરતા પોતાનું નામ રાજકુમાર ભગવાન સિંગ સાગર મૂળ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના ડારોઈ નો વતની હોય અને હાલ હળવદ તાલુકાના ચરાડવા માં આવેલ ગોપાલ નગર સોસાયટીના રહેતા હોવાનું જણાવ્યું હતું આરોપી પાસેથી રાયધ્રા ગામમાં થયેલી ચોરીના 1.૩૩ લાખની કિમતની ત્રણ તોલા મગ માળા અને રૂ 57000 ની કિમતના કાનમાં પહેરવાના સોનાના કોકરવા મળી 1.87 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW