HomeGujaratવાંકાનેરમાં જુના ઝઘડાનો ખાર રાખી આરોપીએ મહિલાના પુત્રને છરી બતાવી પતાવી દેવાની...

વાંકાનેરમાં જુના ઝઘડાનો ખાર રાખી આરોપીએ મહિલાના પુત્રને છરી બતાવી પતાવી દેવાની ધમકી આપી

વાંકાનેરના નવા ઢુંવા ગામે રહેતા આરોપી વિક્રમસિંહ અજીતસિંહ ઝાલાએ મોરબીના મૂળ ભીમગુડા ગામના વતની અને હાલમાં નવા ઢુંવા ગામે રહેતા જીતુબેન અશોકભાઈ સારલા નામના મહિલા સાથે અગાઉ ઝઘડો થયો હતો. જે બાબતનો ખાર રાખી અરોપી વિક્રમસિંહ ગત તા.18 ના રોજ રાત્રીના સમયે GJ-36T-5492 નંબરની બોલેરો ગાડી લઇ જીતુબેન અશોકભાઈ સારલા ઘરે આવી તેમના મકાનના ડેલા સાથે રિવર્સમાં ગાડી લઈને અથડાવી તેમજ તેના બાઇકમાં નુકશાન કરી તેમના પુત્ર વિજયને છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે જીતુબેને ચારલાએ તે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW