HomeGujaratમોરબીમાં ગણેશ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે સમાપન શહેરમાં 500થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું 

મોરબીમાં ગણેશ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે સમાપન શહેરમાં 500થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું 

મોરબીમાં આગલે બરસ તુમ જલ્દી આનાના નાદ સાથે ગણેશજીને ભાવભીની વિદાય,

મોરબીમાં શેરી, ગલી, મહોલ્લા સહિત  ઠેરઠેર ગણપતિ બાપાના ભવ્ય અયોજના થતા દસેય દિવસ સુધી લોકોએ દસેય આગણીએ પૂજ્યા બાદ આજે અગિયારમાં દિવસે વિઘ્નહર્તાની વિદાયની ઘડી આવી પહોંચતા દરેક વિસ્તારોમાંથી ગણપતિ દાદાની મૂર્તિ સાથે વાજતે ગાજતે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. જો કે વ્યક્તિગત ગણપતિ વિસર્જનની મનાઈ કરીને નગરપાલિકા દ્વારા આયોજિત ચાર સ્થળો પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ગર્લ્સ હાઇસ્કુલ, શનાળા રોડ સ્કાય મોલ ખાતે, એલ.ઇ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મૂર્તિ એકત્રિત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ વાજતે ગાજતે ભવ્ય વિસર્જન યાત્રા કાઢી છેલ્લી આરતી અને પૂજન કર્યા બાદ ગણપતિની મૂર્તિને નગરપાલિકાને વિસર્જન માટે સોંપી દીધી હતી. મોડી રાત્રી સુધી તમામ કલેક્પીશન સેન્ટર અને પીકનીક સેન્ટર ખાતે મૂર્તિઓ વાજતે ગાજતે પહોચી હતી. 

નગરપાલિકા તંત્ર દ્વારા ચારેય સ્થળેથી ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરી સામાકાંઠે પીકનીક સેન્ટર ખાતે બનાવેલા પાણીના ફૂડમાં ક્રેઇન વડે એક પછી એક એમ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા 300 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું અને મોડે સુધી આ કામગીરી ચાલુ રહી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં 3 ફૂટથી 19 ફૂટ સુધીની 55 મૂર્તિઓનું વિસર્જન કરાયું. મોરબી શહેરની વાત કરીએ તો મોરબી એ ડીવીઝન વિસ્તારમાં અલગ અલગ 25 જેટલા ગણેશ પંડાલમાંથી શોભાયાત્રા નીકળશે. આ ઉપરાંત બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી 13 તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી એક વાંકાનેર સીટી પોલીસ મથક વિસ્તારમાંથી 9 હળવદમાંથી 5 અને ટંકારા પોલીસ મથક વિસ્તાર 2 મળી કુલ 55 જેટલી મોટી પ્રતિમા સાથે શોભાયાત્રા નીકળશે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે આ ઉપરાંત નાની મોટી પ્રતિમા સાથે પણ લોકો વિસર્જન યાત્રા લઈને નીકળશે અને શહેરમાં નક્કી કરાયેલ સ્થળ સુધી જશે. મોરબીમાં દિવસ દરમિયાન તમામ માર્ગો પર શોભાયાત્રા નીકળી. 

મોરબીમાં ગણેશ મહોત્સવનું હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. 10 દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ અમે અલગ અલગ વિસ્તારમાં ગણેશજીની સ્થાપના કર્યા બાદ આજે વિદાય આપવામાં આવી હતી. દિવસ દરમિયાન શહેરના તમામ મુખ્ય માર્ગો પર હર્ષોલ્લાસ સાથે શોભા યાત્રા નીકળી હતી. ગણપતી બાપા મોરીયા અને અગલે બરસ જલ્દી આના ના નાદ સાથે સાથે ગુંજી ઉઠ્યા હતા. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW