HomeGujaratમોરબીના બંધુનગર ખાતે પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા...

મોરબીના બંધુનગર ખાતે પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

મોરબીના લાલપર પ્રા.આ. કેન્દ્ર અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી સયુક્ત ઉપક્રમે આયુષ્માન આરોગ્ય મંદીર મકનસર-1 દ્વારા પ્રાથમિક શાળા બંધુનગર ખાતે વિધ્યાર્થીઓ દ્વારા તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું . આ સ્પર્ધા માં 40 વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી.મહેતા અને ડો.દીપક બાવરવા (EMO) અને ડો. રાહુલ કોટડીયા (THO) ની સૂચના થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ના એમ.ઓ. ડો. રાધિકાબેન વડાવીયા ના માર્ગદર્શન હેઠળ દીપકભાઈ વ્યાસે વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા ને વ્યસનથી થતાં ગેરફાયદા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ તથા પોષણમાસ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપેલ તથા વ્યક્તિગત સ્વચ્છતા રાખવા જણાવેલ તથા આરોગ્ય સ્ટાફ કિંજલબેન પરમાર,પિયુષભાઈ મકવાણા, મોનિકાબેન ઝણકાટ તથા પ્રિન્સિપલ અમુલભાઈ એન. જોષી સાહેબ તથા શિક્ષકો દ્વારા પ્રોગ્રામ ને સફળ બનાવેલ. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પોત્સાહક ઈનામ આપવામાં આવેલ અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તેમજ વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરેલ હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW