મોરબીના પાનેલી ગામની સીમમાં આવેલ ટોડો સીરામીક કારખાનાના લેબર કવાટર્રમાં રહેતા સંજયભાઇ દેવાભાઇ જંજવાડીયા નામનો યુવાન ગઈકાલે પાનેલીની સીમમાં આવેલ પથ્થરની ખાણમા ભરેલ પાણીમાં માછલી પકડવા ગયેલ હોય તે દરમિયાન અચાનક જ પથ્થરની ખાણના પાણીમા કોઈપણ કારણોસર ડુબી જતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ફરજ પરના ડોકટરે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે મુત્યુ અંગે નોધ કરી છે.

