HomeGujaratગાળો બોલવા મુદે થયેલ માથાકૂટ બાદ મિત્રની હત્યા કરનાર બન્ને આરોપીની ધરપકડ

ગાળો બોલવા મુદે થયેલ માથાકૂટ બાદ મિત્રની હત્યા કરનાર બન્ને આરોપીની ધરપકડ

વાંકાનેર તાલુકાના સરધારકા પાસેના ચેક ડેમમાંથી આજે સવારે એક યુવકનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો જેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પીએમદરમિયાન મૃતકની હત્યા કરાયા બાદ લાશ ચેક ડેમમાં ફેકી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.

વાંકાનેર તાલુકાના સરધારકા ગામના સરપંચને ડેમમાથી કોઈ યુવકનો મૃતદેહ મળ્યા હોવાની જાણ થતા સરપંચ મહેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલા દ્વારા પોલીસ ને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો ક્બ્જો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પીટલ ખસેડાયો હતો મૃતકની ઓળખ રાજેશ પ્રેમજી સોલંકી ઉંમર વર્ષ 35 વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું બીજી તરફ મૃતકના પીએમ દરમિયાન રાજુને માથા અને મોઢાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી લાશ ડેમમાં ફેકી દીધા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરતા યુવક મરતા પહેલા તેના મિત્ર જીતેન્દ્ર ઉર્ફે જીતું જેમલ ભુંભરિયા અને ભાવેશ ઉર્ફે ભરત જગદીશ ડાભી સાથે હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બન્નેની શંકા આધારે પૂછ પરછ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક રાજેશ તેમજ આરોપીઓ મિત્રો હોવાની સાથે સાથે ગુનાહિત માનસિકતા ધરાવતા હતા અને અલગ લગ ગુનામાં પોલીસ ચોપડે ચઢી ગયેલા હતા દરમિયાન ગત ૧ત 13 ના રોજ વાંકાનેર રેલ્વે પ્રોટેક્સન ફોર્સ દ્વારા ત્રણેય આરોપી ને કોઈ ગુનાની પૂછ પરછ માટે બોલાવ્યા હતા જ્યાંથી બહાર નીકળ્યા બાદ ત્રણેય વચ્ચે બોલાચાલી થઇ હતી અને જીતેન્દ્રએ માથાના ભાગે હાથમાં પહેરલુ કડું માર્યું હતું અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતો બાદમાં તેને બાઈકમાં અપહરણ કરી અવાવરું જગ્યાએ લઇ જઈ મારી નાખવાના ઈરાદે પથ્થર મર્યા હતા જોકે તેમ છતાં તેનું મોત ન થતા અંતે બન્ને એ મળી તેને સરધારકના ચેક ડેમમાં ફેકી દીધો હતો અને મોત ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા
જેથી પોલીસે આરોપીની પૂછ પરછ આધારે બન્ને ની અટકાયત કરી હતી અને યુવકની હત્યા સાથે જોડાયેલા પુરાવા એકત્ર કરવા તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW