HomeGujaratCentral Gujaratરાજ્ય સરકારે નવો જંત્રી વધારો મોકૂફ રાખ્યો ? જુના આદેશની મુદત...

રાજ્ય સરકારે નવો જંત્રી વધારો મોકૂફ રાખ્યો ? જુના આદેશની મુદત વીતવા છતાં સરકારે વધારો લાગુ ન કર્યો

રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી ન વધેલા જંત્રીના ભાવમાં તોતિંગ વધારો ઝીકી દીધા હતા જોકે રીયલ એસ્ટેટ ક્ષેત્રના વિરોધ બાદ જંત્રી ભાવ વધારો મોકૂફ રાખી દેવાયો હતો જોકે ઓગસ્ટ મહીના તેનો વધારો થવાની પણ શક્યતા હતી જોકે તાજેતરમાં રાજ્યના અનેક જિલ્લામાં પુર જેવી પરસ્થિતિના કારણે ખેડૂતોથી લઇ તમામ નાના મોટા શહેરમાં સરકારી તંત્ર પ્રત્યે લોકોની ભારોભાર નારાજગી છે તેમજ આગામી મહિનાઓમાં પાલિકાઓ સહીત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે સરકાર લોકોના રોષનો ભોગ ન બનવા માગતી હોય તેમ હાલ જંત્રીના નવા ભાવ લાગુ કરવાનું મોકૂફ રાખ્યું છે

સરકારે એક સાથે જંત્રીના દરમાં અસહ્ય ભાવ વધારો કરતા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર અને પોરબંદર સહિતના શહેરોમાં બજારભાવો ખૂબ ઊંચા આવ્યા છે જેને કારણે રિયલ એસ્ટેટને વિપરીત અસર પણ પડી છે ત્યારે ફરી એક વાર જો જંત્રી દર વધારવામાં આવે તો લોકોમાં રોષ વ્યાપે તેવી સ્થિતિ જોતા હાલમાં જંત્રીદર વધારાનો અમલ સ્થગિત કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. એ જ રીતે અધિકારીક સૂત્રોએ પણ હાલમાં સરકારમાં તમામ શહેરોના જંત્રીદર વધારા અંગેના રિપોર્ટ સબમિટ થઈ ગયા હોવાનું અને અમલવારી અંગે કોઈ સૂચના ન હોવાનું જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW