HomeGujaratવાંકાનેરના સરધારકામાં યુવકની હત્યા કરી લાશ ચેક ડેમમાં ફેકી દેવાઈ,ગાળો બોલવા મુદે...

વાંકાનેરના સરધારકામાં યુવકની હત્યા કરી લાશ ચેક ડેમમાં ફેકી દેવાઈ,ગાળો બોલવા મુદે મિત્રે જ મિત્રને પતાવ્યો

વાંકાનેર તાલુકાના સરધારકા પાસેના ચેક ડેમમાંથી આજે સવારે એક યુવકનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો જેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પીએમદરમિયાન મૃતકની હત્યા કરાયા બાદ લાશ ચેક ડેમમાં ફેકી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.

વાંકાનેર તાલુકાના સરધારકા ગામના સરપંચને ડેમમાથી કોઈ યુવકનો મૃતદેહ મળ્યા હોવાની જાણ થતા સરપંચ મહેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલા દ્વારા પોલીસ ને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો ક્બ્જો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પીટલ ખસેડાયો હતો મૃતકની ઓળખ રાજુભાઈ મોતીભાઈ ઉંમર વર્ષ 35 વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું બીજી તરફ મૃતકના પીએમ દરમિયાન રાજુને માથા અને મોઢાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી લાશ ડેમમાં ફેકી દીધા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.

વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક મૃતક રાજુભાઈ મોતીભાઈ અને તેનો મિત્ર જીતુ રબારી બંને બેઠા હતા ત્યારે મૃતક યુવાન ગાળો દેતો હોય તે બાબતે જીતુભાઈ રબારીએ તેને માથાના ભાગે કડુ માર્યું હતું. ત્યાર બાદ પથ્થરનો ઘા માર્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ આરોપી જીતુ રબારીએ તેના મિત્ર ભાવેશને સાથે રાખીને મૃતક રાજુભાઈ મોતીભાઈને બાઈક ઉપર ત્યાંથી બેસાડીને તેના બોડીને સરધારકા ગામ પાસે આવેલ ચેકડેમમાં ફેંકી દીધા હોવાનું સામે આવ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે અને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ હાથ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW