મોરબી માળિયા નેશનલ હાઈવે પર આવેલા ટીબડી ગામના પાટિયા પાસે એક શખ્સ ચોરાઉ બાઈક સાથે ફરતા હોવાની મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી.આ બાતમી આધારે મોરબી તાલુકા પોલીસે વોચ ગોઠવી વાહનોની તલાસી લીધી હતી આ દરમિયાન એક શખ્સ ને રોકાવી બાઈકની આર સી બુક અને અન્ય કાગળ તપાસ માટે માંગતા ગલ્લા તલ્લા કરવા લાગતા તેની હરકત શંકાસ્પદ લાગી હતી જેથી પોલીસે તેની પૂછ પરછ કરતા પોતાનું નામ અરવિંદ બટુકભાઈ સિંચણાદા અને ટીંબડીના મફતિયા પરામાં રહેતા હોવાનું જણાવ્યું હતું બાઈક અંગે તપાસ કરતા આ બાઈક ખોખરા હનુમાન ધામ ના ગેટ નજીકથી ચોરી કર્યા ની કબુલાત કરતા પોલીસે અરવિંદ બટુકભાઈ સિંચણાદાની અટકાયત કરી તેની પૂછ પરછ હાથધરી હતી જેમાં તેને અન્ય બે સ્થળે થી પણ બાઈક ચોરી કરી હોવાનું જણાવતા પોલીસે ત્રણેય ચોરાઉ બાઈક જપ્ત કરી તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

