માળીયા મિયાણાના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને આવવા જવાના રસ્તા પર ચાલવા મામલે બે પક્ષો બાખડીયા, આ રસ્તા મુદે ફરિયાદી સરફરાઝ રફીકભાઈ માણેકને આરોપી નિઝામભાઈ સાઉદીનભાઈ સામતાણીએ મુંઢ માર મારી રસ્તા ઉપરથી ચાલવાનું નહી તેવું કહી લાકડી વડે માર માર્યો હતો. જે બાબતે સરફરાઝે તે આરોપી વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. તેમજ સામાપક્ષે નિઝામુદિન સાઉદીનભાઈ સામતાણીએ તેઓના કારખાને જવા માટેના રસ્તા મામલે ડીઆઈએલઆર દ્વારા માપણી કરાવી સ્વખર્ચે રસ્તો બનાવ્યો હતો. તેમ છતાં આરોપીઓ આ રસ્તે ચાલતા હોય જેથી પોતાના રસ્તા ઉપર આરોપીઓને નહિ ચાલવા બાબતે સમજાવવા જતા આરોપીઓ સુભાન ખમીશાભાઈ માણેક અને સરફરાઝ રફીકભાઈ માણેકએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે ફરિયાદી પર હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે માળીયા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

