મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપરમાં રહેતા ભરતભાઈ દિલીપભાઈ ડાભીના પુત્રને તેના જ ભાઈ જગદીશભાઇ દિનેશભાઇ ડાભી ગાળો બોલતા હોય જે બાબતે ઠપકો આપવા જતા ભાઈએજ તેના ભાઈ અને ભત્રીજાને ગાળો આપી છરી વડે હુમલો કર્યો હતો અને બંને ને મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે દીકરાની માતા રંજનબેને તે આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

