મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે મચ્છુ ૨ અને મચ્છુ 3 ડેમમાંથી લાખો લીટર પાણી ડેમમાં છોડવામાં આવ્યું હતું અને આ પાણી માળિયા શહેર થઇ દરિયામાં ભળી ગયું હતું જોકે આ પહેલા આ પાણીએ મોટા પાયે વિનાસ વેર્યો હતો માળિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર જળ મગ્ન થતા ઘર વખરી તણાઈ ગઈ હતો નવલખી દરિયા કાઠાથી લઇ છેક કચ્છના નાંના રણ સુધી પથરાયેલા મીઠાના અગરોને મોટા પાયે નુકશાન પહોચાડ્યું હતું આ વરસાદે મીઠા ઉદ્યોગ ને મોટા પાયે નુકશાન કર્યું હતું ખાસ કરીને અગાઉથી તૈયાર મીઠાનો સ્ટોક ઓગળી ગયો હતો તેમજ અગરના બંધ પાળા,ક્યારાઓ ,રોડ ,મશીનરી, સોલાર પંપ સહિતના સાધનો સહીત તણાઈ જતા નાના મોટા અગરિયાઓને નુકશાન થયું હતું જે મુદે મરીન સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા રાજ્ય સભા સાંસદ કેસરી દેવ સિંહને પત્ર લખી નુકશાની વળતર માટે વહેલી તકે સર્વે કરવાવા રાજ્ય સરકારનું ધ્યાન દોરે તેવી રજૂઆત કરી હતી જેના આધારે રાજ્ય સભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માને પત્ર લખી આ અંગે યોગ્ય ઉકેલ લાવવામાં તેવી ભલામણ કરી હતી

