મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવતા રફાળેશ્વર અને મકનસરના અલગ અલગ સ્થળે થી ત્રણ બાઈક ચોરીની ઘટના બની હતી આ ઘટનામાં એલસીબીની ટીમ ચોરાયેલ વાહનોની શોધખોળ માટે તપાસ હાથ ધરી હતી દરમિયાન રફાળેશ્વર પાસે આવેલા ભૂદેવ પાન પાસે એક શખ્સ બાઈક લઈને ઉભો હતો જોકે તેની પાસેના બાઈકમાં નંબર પ્લેટ ન હોય જેથી શંકાસ્પદ લાગતા પોલીસે તપાસ કરતા આરોપી પાસે બાઈકના રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ માગતા તેની પાસે ન હોય અને બાઈક ચોરી નું હોવાનું જણાવતા પોલીસે બાઈક જપ્ત કરી તેનું નામ પૂછતાં અશોક ગાંડુભાઈ ઉઘરેજા અને વાંકાનેરના વઘાસીયા ગામના વતની હોવાનું જણાવ્યું હતું જે બાદ પોલીસે આરોપીઓ તેની ધરપકડ કરી પૂછ પરછ કરતા અન્ય બે સ્થળેથી પણ બાઈક ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે તમામ બાઈક જપ્ત કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

