મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાછળ જે ભૂગર્ભ ગટરનું પાણી અને વરસાદી પાણી ભરાવાને પ્રશ્ને 3 વર્ષથી સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા હતા. ત્યારે ત્રણ દિવસ પહેલા કોંગ્રેસ પક્ષ દ્વારા ઢોલ નગારા સાથે જે વિસ્તારની રજુઆત કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા માત્ર ત્રણ દિવસમાં આ પ્રશ્ન નો ઉકેલ લાવવામાં આવ્યો છે.
ત્યારે નવનિયુક્ત ચીફઓફીસર કુલદીપસિંહ વાળા સાહેબ સાથે રુબરુ મુલાકાત કરી વેપારીઓ દ્વારા કોંગ્રેસને સાથે રાખી પુષ્પ ગુચ્છ અર્પણ કરી ને કામગીરીની પ્રશંશા કરી ત્યારે વેપારીઓ અને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા , શહેર કોંગ્રેસ મહામંત્રી હિતેશ ભાઈ ભટ્ટ, મોરબી જિલ્લા લીગલ સેલ નાં પ્રમુખ ભાવિન ભાઈ પટેલ સહિતના લોકો દ્વારા ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાનું પુષ્પ ગુચ્છ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

