મોરબીના ઉમાં ટાઉનશીપ વિસ્તારમાં રેહતા અને રોમટીરીયલનો વ્યવ્સાય કરતા હાર્દિક કાંતિભાઈ બોપલીયા નામના યુવકે જયેશ વરમોરા પાસેથી ઉછીના રૂપીયા લીધા હતા જોજકે કોઇ કારણસર રૂપિયા પરત ન આપી શકતા આરોપી જયેશ વરમોરાએ હાર્દિકને સનાળા રોડ પર આવેલ ક્ભીબી બેકરી ની ઉપર આવેલ તેની ઓફીસમાં બોલાવ્યો હતો અને રૂપિયા મુદે ઝઘડો કરી પ્લાસ્ટીકના ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો બનાવ અંગે યુવકે આરોપી જ્યેશ વરમોરા,મયુર સિંહ જાડેજા અને અન્ય એક એમ ત્રણ લોકો સામે ફરિયાદ નોધવી હતી ફરિયાદ આધારે પોલીસે ત્રણ આરોપી સામે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી .

