મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કાન્તીનગરમાં રહેતા યુનુશભાઈ જુમ્માભાઈ અજમેરીનો પૌત્ર અનશ ઉમર વર્ષ 4 એ ગઈકાલે બપોરના આશરે એકાદ વાગ્યાના અરસામાં કાંન્તીનગરમાં શેરીમાં ચાલતો જતો હતો. તે વખતે GJ-36-V-3941 નંબરનો અશોક લેલન કંપનીની ટેમ્પોના ચાલકે પોતાનો ટેમ્પો પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના પૌત્ર અનસને હડફેટે લેતા તેને માથાના ભાગે મુંઢ ગંભીર ઇજા પહોંચાડતા ઘટના સ્થળે જ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે યુનુશભાઇ જુમ્માભાઇ અજમેરી તે ટેમ્પા ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

