HomeGujaratમાળિયાના રાસંગપર,નવાગામમાં ભારે વરસાદથી થયેલા જમીન ધોવાણનું વળતર ચુકવવા માગ

માળિયાના રાસંગપર,નવાગામમાં ભારે વરસાદથી થયેલા જમીન ધોવાણનું વળતર ચુકવવા માગ

મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં થયેલા અતિ ભારે વરસાદે સમગ્ર જિલ્લામાં મોટા પાયે ખાના ખરાબી સર્જી દીધી છે મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકામાં સ્થિતિ એટલી હદે ખરાબ બની કે વાંકાનેર અને મોરબીના અલગ અલગ ડેમમાંથી છોડેલા પાણીએ વિનાસ વેર્યો હતો અને મચ્છુ નદીના નીચાણ વાળા વિસ્તારમાં ધસમસતા પાણીએ પાક અને જમીનનું મોટા પાયે ધોવાણ કર્યું છે સ્થિતિ એટલી હદે ખરાબ થઇ હતી કે ખેતરમાં ભરાયેલ પાણીએ પાકની સાથે સાથે માટી પણ તાણી લઇ જતા પાક સંપૂર્ણ પણે નિષ્ફળ ગયો છે સાથે આગામી સિઝનમાં પણ પાક લેવો મુશ્કેલ જનક છે જેથી ખેડૂતો જમીન ધોવાણ અને પાક વળતર ચુકવવા માંગણી કરી રહ્યા છે ત્યારે આજે માળિયા મીયાણા તાલુકાના રાસંગ પર અને નવાગામ ગ્રામ પંચાયતે જિલ્લા વિકાસ અધિકારી કલેકટર તેમજ ધારાસભ્યને પત્ર લખી જમીન ધોવાણ વળતર ચુકવવા માંગણી કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW