મોરબી જિલ્લામાં રવિવારે જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ રાધા વરસાદ વરસ્યો હતો ખાસ કરીને વાંકાનેર અને હળવદ પંથકમાં થયેલા ભારે વરસાદને પગલે નદીનાળાઓ છલકાઈ ગયા છે હળવદ પંથકમાં તો રીતસર આભ ફાટયું હોય તેમ માત્ર ત્રણ કલાકમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ થયો હતો જેના કારણે નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી જેનાં કારણે અલગ અલગ સ્થળો લોકોના પાણીમાં તણાઈ જવાની ઘટના બની હતી ત્યારે ઢવાણા ગામમાં 17 લોકો ભરેલ ટ્રેકટર કોઝવે પાર કરતી વખતે પલ્ટી ખાઈ જતાં તેમાં રહેલ લોકો ડૂબવા લાગ્યા હતા.ઘટનામાં સ્થાનિક લોકોની મદદથી4 લોકોને બચાવી લેવાયા હતા.જોકે બાકીના લોકો લાપતા બન્યા હતા જેથી હળવદ અને મોરબી ફાયર વિભાગની મદદ લેવાઈ હતી ઘટનાં ની જાણ થતાં સ્થાનિક મામલતદાર પોલીસ ની ટીમ દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતુ જિલ્લા કલેકટર પણ ઘટનાં ની જાણ થતા સ્થળે દોડી ગયા હતા અને રેસ્કયું ઓપરેશન ની મુલાકાત લઈ સ્થિતીનો તાગ મેળવ્યો હતો.મોડી રાત્રે એસ ડી આર એફ અને એન ડી આર એફ ની ટીમે રેસક્યું ઓપરેશન હાથ ધર્યું હતુ. સવાર સુધીમાં 9લોકોને બચાવી લેવાયા હતા જ્યારે 7લોકો હજુ પણ લાપતા હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે
