મોરબી SOG ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ થી મોરબી તરફ નાર્કોટીક્સ માદક પદાર્થનો જથ્થો આવનાર હોય તેવી ચોક્કસ મળેલ બાતમીના આધારે SOG ટીમ વોચ હોય તે દરમિયાન અમદાવાદ-મોરબી હાઇવે રોડ હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામે GJ-36-AC-4325 નંબરની કાર શંકાસ્પદ જાણતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી નાર્કોટીક્સ માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.
આ માદક પદાર્થની અમદાવાદ થી મોરબી હેરાફેરી કરનાર કલ્પેશભાઈ ઉર્ફે લાલો મધુભાઈ નિમાવત રહે.- ગ્રીન ચોક ખત્રીવાડ મોરબી અને અહેમદ દાઉદભાઈ સુમરા રહે.- વિસીપરા મેઈન રોડ ગુલાબનગર આંગણવાડીની બાજુમાં મોરબી આ બને શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થનો જથ્થો 79 કિલોગ્રામ 68 મીલીગ્રામ રૂ.- 7,96,800 અને રોકડ રૂ.- 41,000 તથા 3 મોબાઈલ અને બ્રેઝા કાર સહીત કુલ રૂ.- 13,48,000 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. SOGએ આરોપીને હળવદ પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

