સામાન્ય દિવસમાં એસટીને 52 કિમી 20 રૂપિયા મળે બે દિવસમાં વધીને રૂ 36 પ્રતિ કિમી આવક થઇ,
શ્રાવણ માસ શરુ થવાની સાથે તહેવારોનો મહિનો પણ શરુ થઇ ગયો છે. શ્રાવણમાસ ના મેળાઓ તેમજ વિવિધ તહેવારોમાં લોકો મોટી સંખ્યમાં આવન જાવન કરતા રહે છે અને એસટી ગરીબથી લઇ મધ્યમ વર્ગીય પરિવાર માટે હાથ વગુ સાધન છે. ત્યારે આ શ્રાવણ માસમાં લોકો મોટી સંખ્યામાં ઉપયોગ કરી રહ્યા છે. તાજું ઉદાહરણ રક્ષા બંધન પર્વમાં જોવા મળ્યું છે. મોરબી એસટી ડેપો દ્વારા આ શ્રાવણ માસ દરમિયાન રેગ્યુલર બસની સાથે સાથે એક્સ્ટ્રા બસ દોડાવી હતી જેનો ફાયદો મુસાફરો અને એસટી વિભાગ બન્ને ને થયો હતો. મોરબીમાં તહેવાર દરમિયાન ભીડભાડ વધારે હોવાથી લોકો એસટીમાં જવાનું ટાળતા હોય છે જોકે આ વખતે મોરબી એસટીવિભાગે રેગ્યુલર બસની અઠે અલગ અલગ રૂટ પર 5 એક્સ્ટ્રા બસ મૂકી હતી જેના કારણે મુસાફરોને રાહત થઈ હતી. મોરબી એસટી ડેપો ને તા 19 ના રોજ 4.73 લાખ અને 20 ના રોજ 5.64 લાખ થઇ હતી આમ માત્ર એમ બે દિવસ દરમિયાન 10 લાખ 37 હજાર જેટલી આવક થઈ હતી. મોરબી એસટી ડેપોને સામાન્ય દિવસમાં પ્રતિ કિમી રૂ 20 કે તેની આસપાસ આવક રહેતી હોય છે જોકે આ બે દિવસ દરમિયાન એસટીની આવક પ્રતિ કિમી વધી રૂ 36 સુધી પહોચી ગઈ હતી.
શ્રાવણ માસ નિમિતે જડેશ્વર અને ભંગેશ્વર મહાદેવની એક્સ્ટ્રા બસ મુકાઇ
મોરબી એસટી ડેપો દ્વારા શ્રાવણ માસ નિમિતે લોકો જડેશ્વર મહાદેવ મંદિર અને ભંગે શ્વર મહાદેવ મંદિર ખાતે એક્સ્ટ્રા બસ મુકી છે આં ઉપરાંત આગામી સાતમ આઠમના પર્વને લઈને પણ એક્સ્ટ્રા બસ મુકવાનું અમારું આયોજન છે લોકો એસટી સેવાનો લાભ લે તેવી આશા છે તેમ ડેપો મેનેજર અનીલ પઢારિયા એ જણાવ્યું હતું.

