હળવદ શહેર નજીક આવેલી જૂની તાલુકા પંચાયત કચેરી પાસે બપોરના સમયે ધાંગધ્રા હળવદ રૂટની એસટી બસ એ બાઈક સવાર આધેડને હડફેટે લીધા હતા. આ બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ ધાંગધ્રા ડેપોની gj 18 z 5498 નંબરની ધાંગધ્રા હળવદ રૂટની એસટી બસ આજે હળવદ સ્ટેશનથી અજીત ગઢ તરફ જઈ રહી હતી ત્યારે જૂની તાલુકા પંચાયત કચેરી પાસે આ બસે મનુભાઈ ગોકુળભાઈ પટેલ નામના 55 વર્ષ આધેડને હડફેટે લીધા હતા. આ બનાવમાં એસટી બસ નું ટાયર મનુભાઈ પર ફરી વળતા તેમનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને એસટી બસને રોકાવી હતી અકસ્માતની ઘટના ને પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા હળવદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવા ની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
