પશ્ચિમ બંગાળમાં રેસીડન્ટ મહિલા ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યાની જઘન્ય ઘટના બાદ દેશભરમાં તેનું વિરોધ શરૂ થઈ રહ્યો છે. મેડિકલ કોલેજો હોસ્પિટલો અને ક્લિનિક સહિતની જગ્યા ઉપર ડોક્ટરો દ્વારા હડતાલ પાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નીચા હેઠળ દેશભરમાં થઈ રહેલા આ વિરોધ પ્રદર્શનમાં આવતીકાલે ઇન્ડીયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા મોરબીના ૨૫૦થી વધુ તબીબો પણ હળતાલ પર ઉતરશે. આ હડતાલ 17 ઓગસ્ટ સવારે 6 થી 18 ઓગસ્ટ સવાર છ સુધી રહેશે. બીજા દિવસે રવિવાર હોય જેના કારણે બે દિવસ સુધી સેવા અને ઓપરેશન સુવિધા ખોરવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હાલ ઇમર્જન્સી સેવાઓ તમામ હોસ્પિટલો દ્વારા શરૂ રાખવામાં આવશે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં,ઇમરજન્સી સેવાઓ શરૂ રહેશે જેથી સારવારના અભાવે કોઈ જરૂરિયાત મંદ દરદીના જીવ જોખમમાં ન મુકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવા પણ દાવા થઈ રહ્યા છે. જોકે હવે આવતીકાલે ખરેખર આકસ્મિક સેવાઓ મળશે કે કેમ તે જોવાનું રહ્યું.

