મોરબીના અવધ સોસાયટીમાં રહેતા અને ટાઈલ્સ ટ્રેડીંગનો વ્યવસાય કરતા ગૌરવ દલસુખ કાવર નામના વેપારી યુવકને રૂપિયાની જરૂર હોવાથી સંજય રબારી નામના શખ્સ પાસેથી રૂ 10 લાખ જેટલી રકમ દરરોજના 11 હજારના વ્યાજ પેટે લીધા હતા અને 7.70 લાખ જેટલા રૂપિયા પણ ભરી દીધા હતા આ રોપીઓએ તેની પાસેથી પેનેલટી વસુલી હતી તેમજ તidbi બેન્કના ચેક પણ લઇ લીધા હતા વધુ રૂપિયાની જરૂર પડતા તેનેમહેશ રબારી પાસે રૂ 6 લાખ દરરોજના 6600 ના વ્યાજ પેટે લીધા થા અને તેના ૩,30 લાખ જેટલી રકમ ભરી હતી યુવક ધીમે ધીમે વ્યાજના વિષ ચક્રમાં એવો ફસાયો કે એક નેર રૂપિયા ચૂકવવવા બીજા બીજાને ચુકવવા ત્રીજા એમ 5 લોકો પાસેથી રૂપિયા લીધા હતા અને નરેશ ભાઈ ઠાકોર પાસેથી 4 લાખ રોજના 4800 વ્યાજ પેટે લલીધા જેમાંથી તેને ૨.40 લાખ ચૂકવી દીધા હતા ભરતભાઈ બોરીચા એન જયદીપ બોરીચા એમ પાચ લોકો પાસેથી રૂપિયા લીધા બાદ તેનું વ્યાજ ચુકવ્યું હતું જોકે યુવક પર વ્યાજનું વિષ ચક્ર એટલી હદે ફેરી વળ્યું કે હવે વ્યાજ ચુકવવા સક્ષમ રહ્યો ન હતો આરોપીઓએ તેને રૂપિયા ચૂકવી દેવા ધાક ધમકી આપવાનું શરુ કરતા અંતે તે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

