મોરબીના વિજયનગરમાં રહેતા અશોકભાઈ પુનાભાઈ મકવાણા ઉ.વ.-42 એ ગઈકાલે કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેના સગા-સબંધીઓ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ડો. ડી કે પટેલે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબીના યોગીનગર સોસાયટીમાં રહેતા વીનૂબેન મગનભાઈ સીચણાંદા ઉ.વ.-64 એ ગઈકાલે કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ફીનાઈલ પી જતા પ્રાથમીક સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખાતે લાવતા ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ કરી છે.

