HomeGujaratમોરબી-કચ્છ જીલ્લાને દરિયાઈ માર્ગે જોડવા "સી લિન્ક સમુદ્ર સેતુ બનાવવા સાંસદ...

મોરબી-કચ્છ જીલ્લાને દરિયાઈ માર્ગે જોડવા “સી લિન્ક સમુદ્ર સેતુ બનાવવા સાંસદ વિનોદ ચાવડાની માગ

સિરામિક નગરી મોરબીમાં દિવસ દરમિયાન કચ્છઅને રાજ્સ્થાનથી ૫૦૦૦થી વધુ ટ્રકની અવરજવર રહે છે આ ઉપરાંત અન્ય વાહનો પણ ખુબ મોટી સંખ્યામાં અન્ય વાહનોની અવરજવર છે હાલ કચ્છ અને મોરબી જીલ્લામાં અવરજવર માટે સુરજબારી બ્રીજ એક જ રસ્તો છે અને અવારનવાર અહી ટ્રાફિક જામ થવાના કારણથી લોકોનો સમય વેડફાઈ છે તેમજ ઇંધણનો પણ વેડફાટ થતા લોકોને આર્થીક નુકશાની પણ ભોગવવી પડે છે અને આ કારણથી બન્ને જિલ્લાવાસીઓ વૈક્લ્પીક માર્ગની માંગણી કરી રહ્યા છે

ત્યારે આ મુદે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા એ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી કંડલાબંદરથી નવલખી બંદર ને સી લીંક બ્રીજ સમુદ્ર સેતુ જોડવામાં આવે તેવી રજૂઆત કરી છે આ બ્રીજ ફોર લેન કે સિક્સ લેન તૈયાર થાય તો મોરબી કચ્છ બન્ને જિલ્લા ઉપરાંત જામનગર દ્વારકાથી આવતા વાહનોને પણ ફાયદો થાય તેવી સંભાવના છે જેથી કેન્દ્ર સરકાર દ્વારા આ બ્રીજ નિર્માણ કરવા માંગણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW