.વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે લોકમેળાનો પ્રારંભ થયો હતો અને આં મેળાની મજા માણવા વાંકાનેર અને આસપાસ ના લોકો આવ્યા હતા ત્યારે મેળાની મજા માણી પરત ફરતા બે યુવાનોને દીપડો ભટકાયો હતો.મળતી માહિતી મુજબ રાત્રીના સમયે મેળામાંથી પરત ઘર તરફ જતા બે યુવાનો વડસર તળાવ નજીક ડુંગરના વળાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન દિપડાએ અચાનક તેમના પર હુમલો કર્યો હતો, અચાનક બનેલી ઘટનાથી બન્ને યુવક ગભરાઈ ગયા હતા જોકે ત્યાંથી પસાર થતા અન્ય લોકોની નજર પડતાં બંને યુવાનોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરના રવિવારે લોકમેળાનું આયોજન થતાં વાંકાનેર તરફ થી બે યુવાનો મેળાની મજા માણવા ગયા હતા અને રાત્રીના ૮:૩૦ વાગ્યાની આસપાસ મેળાની મોજ માણી બાઇક પર બન્ને યુવક પરત ફરી રહ્યા હતા ત્યારે વડસર ડુંગરના વળાંક પાસે પહોંચતા અચાનક જ એક દિપડાએ બંને યુવાનો પર હુમલો કર્યો હતો, જેમાં બાઇક સવાર વત્સલ પુજારા અને તેની સાથે રહેલ અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચી હતી, જેમાં બંને યુવાનોના માથા પર દિપડાએ પંજાથી ઇજાઓ પહોંચાડતા બંને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવમાં મેળાનો સમયે હોવાથી રોડ પર વધારે ટ્રાફિક રહેવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક યુવાનની મદદથી દોડી આવી યુવાનોને દિપડાના વધુ હુમલાથી બચાવ્યો હતો, જે બાદ દિપડો પુનઃ જાળીઓમાં ગુમ થઈ ગયો હતો.

