HomeGujaratજડેશ્વર મહાદેવ ખાતે શ્રાવણી મેળાનો આવતીકાલે થશે પ્રારંભ, વાંકાનેર તરફ જતા ત્રણ...

જડેશ્વર મહાદેવ ખાતે શ્રાવણી મેળાનો આવતીકાલે થશે પ્રારંભ, વાંકાનેર તરફ જતા ત્રણ રસ્તા પર ભારે વાહનોની આવન જાવન બંધ કરાઈ

શ્રાવણ મહિનાની શરૂઆત સાથે તહેવારોની સીઝન પણ શરુ થઇ જાય સાથે સાથે લોકમેળાનો પણ પ્રારંભ થઇ જાય છે સૌરાષ્ટ્રમાં લોકમેળાનું અનેરું મહત્વ છે અને તેની શરુઆત શ્રાવણ માસના સોમવારથી થવા લાગી છે વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે શ્રાવણી મેળો યોજાઈ રહ્યો છે આવતીકાલે એટલે કે રવિવારથી મેળાનો પ્રારંભ થશે અને બે સોમવારે મોડી રાત સુધી મેળા ચાલુ રહેશે જેથી આ સમય ગાળામાં મોરબી વાંકાનેર અને ટંકારા સહિતના અલગ અલગ તાલુકા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે જેથી ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાને લઇ તંત્ર દ્વારા મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ મોરબીના રવાપર ગામથી નીકળતા ઘુનડા જડેશ્વર અને રાતી દેવડી થઇ વાંકાનેર તરફ જતા રોડ.લજાઈ ચોકડીથી હડમતીયા નાના મોટા જડેશ્વર રાતી દેવડી,વાંકાનેર તરફ જતો રોડ ટંકારાના ખીજડીયા ચોકડીથી અમરા પર ટોળ,મોટા જડેશ્વર રાતીદેવડીથી વાંકાનેર સુધીનો રોડ ભારે વાહનો માટે સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે આ ઉપરાંત વાંકાનેરથી લજાઈ તરફ જતા રોડ પર રાતી દેવડી વડસર તળાવ અને જડેશ્વર સુધીનો રોડ તેમજ તીથવા ગામથી જડેશ્વર તરફ હનની અવર જવર બંધ કરી છે
જોકે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ તરીકે વાંકાનેરથી અમરસર તળાવ,પીપળીયા રાજ વાલાસણ ગામ મીતાણા ચોકડી થઇ ટંકારા સુધી આવન જાવન ક્રીસ શકશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW