HomeGujaratમોરબીમાં અલગ-અલગ ત્રણ સ્થળે બાઈક ચોરી

મોરબીમાં અલગ-અલગ ત્રણ સ્થળે બાઈક ચોરી

મોરબીના આલાપ રોડ પર આવેલ હર્ષ” તીરૂપતી સોસાયટીમાં રહેતા પથીકભાઈ રમેશભાઈ ફુલતરીયાએ ગત તા.- 26/07/2024 ના રોજ તેનું GJ-36-H-5905 નંબરનું એકટીવા તેના ઘર આગળ પાર્ક કરેલ હતું, બાદમાં તે સ્થળેથી તેનું 45 હજારનું એકટીવા ચોરી થઇ જતા તેને સ્કુટર ચોરી અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

આ ઉપરાંત મોરબીના રવાપર પાસે આવેલ રાધે હાઇટસ ઉમા હોલની બાજુમાં રહેતા કિશોરભાઈ ગણેશભાઈ અઘારાએ તેનું GJ-36-AA-3800 નંબરનું બુલેટ રાધે હાઇટસ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલ હતું. આ સ્થળેથી કોઈ અજાણ્યો ચોર ઇસમ બાઈક ખસેડી ચોરી કરી લઇ જતા કિશોરભાઈએ બાઈક ચોરી અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

તેમજ મોરબીના ત્રાજપર રોડ પર આવેલ નટવર પાર્ક સોસાયટીમાં લાલજીભાઇ અરજણભાઇ નકુમએ તેનું GJ-36-AE-4539 નંબરનું બાઈક પાર્ક કરેલ હતું, બાદમાં તે સ્થળે તેનું બાઈક ન મળતા આસપાસના વિસ્તારમાં બાઈકની શોધખોળ કરતા બાઈક ન મળતા બાદમાં લાલજીભાઇએ તેના બાઈક ચોરી અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW