મોરબીના એસપી રોડ ઉપર આવેલ શિવાલય વાટિકા એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ એમપીના વતની વેશતીબેન કેમતાભાઈ ચૌહાણ ઉ.24 નામની યુવતીએ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

