મોરબીના તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશના ગુનામાં ફરાર આરોપી શબીર કાસમભાઈ જામ સુરેન્દ્રનગરવાળો હાલમાં મોરબીની રવિરાજ ચોકડી ખાતે આવેલ હોવાની મોરબી પેરોલ ફર્લો સ્કવોડને માહિતી મળતા તે સ્થળે જે તપાસ કરતા ત્યાંથી આરોપી શબીર ઉર્ફે શબો કાસમભાઈ જામને પેરોલ ફર્લો સ્કવોડને પકડી લીધો હતો. જે બાદમાં મોરબી તાલુકા પોલીસને સોપી ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

