(1) હળવદની સરા ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો
હળવદ પોલીસને મળેલી બાતમીને આધારે સરા ચોકડીએ વોચમાં હોય તે દરમિયાન ઉદેયપુરથી મોરબી આવી રહેલ એસટી બસ ચેક કરતા બસની છેલ્લી સીટમાં બેઠેલ મોરબી તાલુકાના ઘુટું ગામે રહેતો માનવ ઉર્ફે કાનો પ્રવીણભાઈ પટેલને ઇંગ્લિશ દારૂ સાથે પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-24 કુલ રૂ.- 8,400 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. હળવદ પોલીસે તે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તે શખ્સ એસટી બસમાં પેસેન્જર તરીકે મુસાફરી દરમિયાન દારૂની હેરાફેરી કરતો હતો.
(2) માળીયાની વર્ષામેડી ફાટક નજીક રોડ પર પડેલ ટ્રક સાથે બેકાબુ ટ્રક અથડાતા એકનું મોત
માળીયાની વર્ષામેડી ફાટક પાસે ભુપતભાઈ નરસિંહભાઈ ધોળકિયા એ GJ-36-T-9995 નંબરનું ટ્રક પુરઝડપે અને બેદકારીપુર્વક ચલાવી જતા હતા. તે સમયે વર્ષામેડી ફાટક નજીક રોડ બંધ હોય જેથી બધી ટ્રકો રોડ પર લાઇનમા પડેલ હતા. જ્યાં લાઈનમાં પડેલ GJ-05-BV-2219 નંબર ટ્રક પાછળ ઠાઠામાં ભુપતભાઈએ તેનો ટ્રક અથડાતા ટ્રકમાં નુકશાન થયું હતું. અને આરોપી ભુપતભાઇ નરસીંહભાઇ ધોળકીયાને શરીરે ગંભીર ઇજા પહોચાડતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક મુનાકુમારે માળીયા પોલિસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
(3)ટંકારા આર્ય વિદ્યાલય સામે ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘુસી જતા એમ્બ્યુલન્સ ચાલકને ઈજા
રાજકોટ – મોરબી હાઇવે પર ટંકારા આર્ય વિદ્યાલય સામે GJ-11-TT-9786 નંબરના ટ્રક ચાલક ટ્રક પુરઝડપે ચલાવી GJ-18-G-8697 નંબરની સરકારી એમ્બ્યુલન્સ ની સાઈડ કાપી આગળ જઈ અચાનક બ્રેક મારતા એમ્બ્યુલન્સ ટ્રકના ઠાઠામા ઘુસી જતા એમ્બ્યુલન્સ ચાલક શરીફભાઈ ઉષ્માનભાઈ સોલંકીને સ્ટિયરિંગ પેટમાં ઘુસી જતા ઇજાઓ પહોંચી હતી.આ બનાવ અંગે શરીફભાઈએ તે ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.
(4)મોરબીના લીલાપર ગામે જુગાર રમતો શખ્સ ઝડપાયો
મોરબીના લીલાપર ગામે જુગાર રમતો અહેમદહુસેનભાઇ ઇબ્રાહિમભાઇ ભટ્ટી નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી રોકડ રકમ રૂ.- 1,710 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

