HomeGujaratમોરબીમાં ઉછીના રૂપિયા પરત ન આપવા પડે એટલે યુવકનું અપહરણ કરી...

મોરબીમાં ઉછીના રૂપિયા પરત ન આપવા પડે એટલે યુવકનું અપહરણ કરી પતાવી દઈ,લાશ માણેકવાડા માં દાટી દીધી

હળવદના એક યુવકનો નાનો ભાઈ મોરબીના નાની વાવડી ગામમાં રહેતા શખ્સ પાસેથી અગાઉ આપેલા રૂપિયા પરત લેવા ગયો હતો જે બાદ વિડિયો કોલ કરી રૂપિયા અપાઈ ગયા છે તેમ જણાવી ફોન કાપી નાખ્યો હતો બાદમાં યુવક ગુમ થયો હતો પરિવારજનોએ તેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા અંતે એ ડિવિઝન પોલીસ મથક ગુમશુદા અંગે ની જાણ કરી હતી યુવકના ભાઈએ અપહરણ થયા અંગે ની પણ આશંકા વ્યક્ત કરી હતી.જોકે બે દિવસ બાદ આજે અચાનક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવકની આરોપીઓએ અપહરણ કરી હત્યા કરી હોવાની ફરિયાદ કરતા પોલીસે હત્યાની કલમ ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.હળવદમાં રહેતા શૈલેષભાઈ રમેશભાઈ કૈલાનો ભાઈ જીતેન્દ્રભાઈ રમેશભાઈ કૈલા ગત તા. 20ના રોજ મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલા કબીર આશ્રમ નજીક રૂપિયા.લેવા આવ્યો હતો અને ત્યાંથી તે ગુમ થયો હતો.જોકે તેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. જે બાદ તેઓએ પ્રથમ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં તપાસ.માટે ટ્રાન્સફર કરવામાં આવી હતી ફરિયાદમાં શૈલેષભાઈ એ જણાવ્યુ હતું કે તેના ભાઈ જીતેન્દ્રભાઇ કૈલાએ આરોપી જીતેન્દ્ર આયદાન ગજિયા ને ધીરાણ ભરવા માટે 8 લાખ રૂપિયા આપ્યા હતા અને તેમજ જોકે આરોપીઓએ રવવાપરમાં જમીન લેવા માટે સોદાખત કરવાનું કહી આરોપીએ 10 લાખ રૂપિયા લીધા હતા અને આરોપીએ જીતેન્દ્રભાઇ કૈલાના નામનું ખોટુ સોદાખત બનાવીને તેની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી હતી. જેથી કરીને જીતેન્દ્ર ભાઈ હાથ ઉછીના આપેલા રૂપિયા લેવા માટે તેની મોરબીના નાની વાવડી રોડ સતનામ કોમ્પલેક્ષમાં આવેલી આરોપીની ઓફીસે ગયો હતો અને ત્યાર બાદ જીતેન્દ્રભાઇ કૈલાની પત્નીના ફોન ઉપર આરોપીએ વીડિયો કોલ કરીને રૂપિયા આપી દીધેલા છે તેવું કહીને ફોન કટ કરી નાખ્યો હતો. બાદમાં યુવક જીતેન્દ્ર કૈલા ઘરે પરત ન ફરતાં પરિવાર જનોએ તેની શોધખોળ કરી હોવા છતાં તેનો પત્તો લાગ્યો ન હતો જેથી શૈલેષભાઈ અપહરણ કરીને તેના ભાઈને ગુપ્ત જગ્યાએ ગોધી રાખેલો હોવાની ફરિયાદ નોંધાવી હતી.આં ઘટના આજે ગુમ થયેલા યુવકની ગામમાં દાટેલી હાલતમાં મૃતક જીતેન્દ્રની લાશ મળી આવી હતી યુવકની હત્યા કરી લાશ ત્યાં દાટી દીધી હોવાનું સામે આવ્યું હતું જે બાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગેની જાણ થતાં પરિજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા

મોડી રાત્રે પરિજનો અને આરોપી જીતેન્દ્ર ગાજીયા દ્વારા હત્યા કરાઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પરિજનો ની ફરિયાદ આધારે પોલીસે હત્યાની કલમ ઉમેરવા તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW