HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1) મોરબીના ઝુલતા પુલ નજીક જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મોરબીના ઝુલતાપુલ પાસે મહાપ્રભુજીની જગ્યા નજીક જુગાર રમતા અતુલભાઈ બાબુભાઈ જંજવાડીયા, રાકેશભાઈ લઘુભાઈ મોરવાડિયા, શાંતિલાલ રાઘવજીભાઈ ઉપસરીયા અને વિજયભાઈ નાગજીભાઈ રાવા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 6,090 નો મળેલ મુદમાલ પોલીસે કબ્જે કરી તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

(2) વાંકાનેરમાં દેશી તમંચા યુવાન ઝડપાયો

વાંકાનેર શહેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ ધ ગાર્ડન રેસ્ટોરન્ટ નજીકથી રૂ.- 5000ની કિંમતના દેશી બનાવટના તમંચા સાથે ભડિયાદ કાંટા, સાયન્સ કોલેજ સામે રહેતા આરોપી પ્રકાશ રામજીભાઈ વાનેશિયાને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી મળેલ દેશી તમંચાને પોલીસે ઝડપી લઇ તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3) મોરબીના ભડીયાદ રોડ પાસે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

મોરબીના ભડીયાદ રોડ પાસે પોલીસે બાતમીના આધારે રેડ મારતા ભડિયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં ભગવાનજીભાઇ સીદાભાઇ મકવાણાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે આરોપીના રહેણાંક મકાનમાંથી દેશી દારૂની 53 કોથળી સહિત 265 લીટર દેશી દારૂ, વિદેશી દારૂની 7 બોટલ તેમજ બિયરના નંગ- 36 સહિત કુલ રૂ.- 11,000નો મળેલ જથ્થો પોલિસે પકડી પાડયો હતો. જો કે રેડ દરમિયાન આરોપી હાથ ન લાગતા એલસીબી ટીમે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4) વાંકાનેરના જોધપર પાસે દેશી દારૂનો જથ્થો ફેકી અરોપી ફરાર થયો

વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જોધપર ગામ પાસે GJ-03-JC-5544 નંબરની કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવવા પ્રયાસ કરતા કાર ચાલકે જોધપર ગામની સ્કૂલ પાસે 250 લીટર દેશી દારૂનો જથ્થો ફેંકી દઈ કાર ભગાવી મૂકી હતી. બાદમાં પોલીસે પીછો કરતા જોધપર ઓવરબ્રિજ પાસે આવેલ હરિયાણા મેવાત હોટલના કમ્પાઉન્ડમાં કાર રેઢી હાલતમાં મળી આવતા પોલીસે તેની કાર અને દારૂ મળી રૂ.- 2.55 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી, તે શખ્સ વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW