5 વર્ષથી બિસ્માર રોડ છતાં તંત્રના આંખ આડા કાન કરવાની આદતથી લોકો બેહાલ,
મોરબીના નવલખી રોડ પરની સોસાયટીઓના ખરાબ રસ્તા મામલે તંત્રને રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતા રોજ રોજની હદમારીથી આ વિસ્તારની મહિલાઓ કંટાળી ગઈ હતી અને રોષે ભરાયેલી મહિલાઓએ તેમની સોસાયટીનો રોડ બંધ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મોરબીના નવલખી રોડ પરની શ્રદ્ધા પાર્ક સોસાયટીઓના ખરાબ રસ્તા મામલે તંત્રને ઢંઢોળવા માટે તે સોસાયટીની મહિલાઓએ રોડ બંધ કરીને ઉગ્ર રજુઆત કરી હતી કે, છેલ્લા પાંચ વર્ષથી તેમની સોસાયટીઓના રસ્તા નવા બનાવવામાં આવ્યા નથી. તેથી સોસાયટીના રસ્તા અત્યંત બિસમાર બની ગયા છે. આ રોડ રસ્તાની વારંવાર રજુઆત કરવા છતાં રસ્તા નવા બનાવતા કે નથી રીપેર કરવામાં આવતા, તેથી લોકોને ભારે મુશ્કેલી પડે છે. આથી તંત્રને જગાડવા માટે આજે રોડ પણ બંધ કરી દીધો હતો અને અધિકારીની ગાડી પસાર થઈ હતી તેને રોકી લીધી હતી. બાદમાં જવા દેવાય હતી. પણ મહિલાઓએ આકરા તેવરમાં જણાવ્યું હતું કે, હજુ પણ રોડ રીપેર નહિ થાય તો નગરપાલિકા કચેરીમાં જઈને ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી આપી છે.

