HomeGujaratમોરબીમાં પતિ-સાસુ અને સસરાના ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ પીડીતાનું તેના પરિવાર...

મોરબીમાં પતિ-સાસુ અને સસરાના ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ પીડીતાનું તેના પરિવાર સાથે 181 અભયમ ટીમે મિલન કરાવ્યું

મોરબીમાં પતિ, સાસુ અને સસરાના ત્રાસથી છેલ્લા નવ કલાકથી ઘરેથી નીકળી ગયેલ પીડિતાનું તેના પરિવાર સાથે 181 અભયમ હેલ્પલાઈન ટીમે મિલન કરાવ્યું હતું. અભયમ ટીમે પરિણીતાનું તેના કાકા-કાકી સાથે પુનઃ મિલન કરાવ્યું હતું. ગત તા.-26/07 ના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઈનમાં જાગૃત નાગરિકે કોલ કર્યો હતો. જણાવ્યું હતું કે, એક અજાણી મહિલા લખધીરપર ગામ પાસે કંપની બહાર છેલ્લા નવ કલાકથી એક જગ્યાએ બેઠા છે. તેઓ ખુબ રડે છે જેથી 181 ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચ્યા હતા મહિલાને ત્યાંના લોકોએ બેનને જમાડ્યા હતા અને સુરક્ષિત રીતે બેસાડેલા હતા. સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપવામા આવી તેમજ 181 ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

જે બાદ મહિલાનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવ્યું કે, મહિલા તેના પતિ, સાસુ અને સસરા સહિતના પરિવાર સાથે રહે છે. મહિલાના લવ મેરેજ થયેલા હોવાથી તેમના માતા પિતા સાથે સંબંધ ન હોય મહિલાએ તેમના પતિ પાસે મહિલાના માતા પિતા સાથે ફોનમાં વાત કરવા માટે ફોન માંગેલ તો પતિએ ફોન આપવાની ના પાડી અને મહિલા સાથે મારઝૂડ કરતાં હોય અને બેન સાથે દારૂ પીને અયોગ્ય વર્તન કરતાં હોય તેમજ ઘરમાં બધા જ સભ્યો નાની -નાની વાતે માનસિક રીતે ત્રાસ આપતા હોય તથા લવ મેરેજ બાબતે સાસુ સસરા મહિલા ને વારંવાર મેળા-ટોળા મારતાં હોય માટે મહિલા આવા અનેક પ્રશ્નોથી કંટાળીને કોઈ ને પણ જાણ કયૉ વિના ચાલતાં ચાલતાં એક કંપની પાસે પહોંચ્યા હતા અને આપઘાતના વિચારો કરતાં હતાં જેથી 181 ટીમે સમજણ પૂરી પાડી હતી
તેમજ સસરા પક્ષનું સરનામું મેળવી કંપનીમાં ટીમ પહોંચી હતી. પરંતુ પતિ,સાસુ અને સસરા તેનો સામાન લઈને કંપનીમાંથી નીકળી ગયા હતા. જેથી મહિલાના માતાપિતાનો કોન્ટેક્ટ નંબર મેળવી વાતચીત કરતા તેઓ બિહાર હોય પરંતુ કાકા અને કાકી વાંકાનેર કંપનીમાં કામ કરતા હોવાની માહિતી મળી હતી. જેથી પીડિતાને કાકા-કાકીને સોપી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW