હળવદ પંથકમાં સફેદ અને લાલ માટીના ખનન અને વહન સામે ખાણખનીજ વિભાગે લાલ આંખ કરી છે. જેમાં ખાણ ખનીજ વિભાગને મળેલી બાતમીના અનુસંધાને હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે દરોડો પાડતા બે હિટાચી મશીન અને એક ડંમ્પર ઝડપી પાડ્યું હતું. આ ઝડપાયેલા ડમ્પર અને હિટાચી મશીનને ખનીજ વિભાગે લાખોનો દંડ ફટકાર્યો છે.
હળવદ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરીભવાની પાસે માટીના ખનન દરમિયાન ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી ત્યાંથી બે હિટાચી મશીન અને એક ડંમ્પર ઝડપી પાડ્યા હતા. જેમાં બન્ને હિટાચી મશીનોને 3,54 લાખ અને 4,58 લાખનો દંડ ફટકાર્યો હતો. તો સાથે જ તેની સાથે ઝડપાયેલ ડમ્પર નંબર જીજે 36 એક્સ 3058 ને 50 હજારથી વધુનો દંડ ફટકાર્યો હતો આમ ખાણખનીજ વિભાગની દંડનીય કાર્યવાહીથી રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

