મોરબી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાજપર ગામમાં બાતમીના આધારે રેડ મારતા રાજપર ગામે રહેતા અને ડ્રાઈવિંગ વ્યવસાય કરતા જયદીપભાઈ જીવણભાઈ જીલરીયા ના રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. તે આરોપીના કબ્જાવાળા મકાનમાંથી દારૂનો કુલ રૂ.- 18,750 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

