HomeGujaratમચ્છુ નદી પર ખડકાયેલ દીવાલ વિવાદ વકર્યો હિન્દુ સંગઠનની રજૂઆત બાદ સંભવિત...

મચ્છુ નદી પર ખડકાયેલ દીવાલ વિવાદ વકર્યો હિન્દુ સંગઠનની રજૂઆત બાદ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારના લોકો કલેકટર કચેરીએ પહોચ્યા

મોરબીના મચ્છુ નદીના તટ પર જીડીસીઆર તેમજ વોટર બોડી એરિયા આસપાસ બાંધકામ અંગેના નિયમનો ઉલાળિયો કરી સ્વામિનારાયણ મંદિર દ્વારા મોટી દીવાલ ઉભી કરી દેવામાં આવી હોવાની જિલ્લા કલેકટરને જે તે સમયે અરજી કરાયા બાદ આ મુદે તપાસ સમિતિ રચના થઇ અને તેમના દ્વારા તપાસ કરી નિયમભંગ કરી બાંધકામ થવા અંગે રીપોર્ટ બાદ કલેકટર દ્વારા દીવાલ તોડી પાડવા આદેશ આપવામાં આવ્યા હોવા છતાં કેટલાક સંગઠનો દીવાલ બચાવવા પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે

અને દીવાલ ન તોડવા અલગ અલગ સંગઠનોનો સહારો લઇ એનકેન રીતે દીવાલ તોડવા પ્રયાસ થઇ રહ્યા છે બે દિવસ પૂર્વે હરિભક્તો અને હિન્દુ સંગઠન કલેકટર કચેરી એ પહોચ્યા હતા તેઓએ દાવો કર્યો હતો કે મંદિરની દીવાલ પાણીના પ્રવાહ રોકવા નહી પણ ,મંદિર જવાના રસ્તામાં પાણી ન આવે એટલે બનાવી છે જેથી દીવાલ ન તોડવામાં આવે તેવી કલેકટરને રજૂઆત કરી હતી બીજી તરફ ત્યારે ફરી એકવાર મોરબીના વજેપર મકરાણી વાસ મોચી શેરી વાંકાનેર દરવાજા જેલ વિસ્તાર સહિતના અલગ અલગ વિસ્તારના લોકોએ ફરી એકવાર કલેકટરને આવેદન આપી મોરબી વાસીઓના જીવ પર જોખમ સર્જી શકે તેવી દીવાલ તોડવાની કામગીરી ચાલુ રાખવામાં આવે જેથી ચોમાસા દરમિયાન ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પ્રવાહ રોકાઈ નહી અને નિર્દોષ લોકો કોઈની બેદરકારીનો ભોગ ન બને તેવી માંગણી કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW