HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1) મોરબીના પીપળી ગામેથી બાઈકની ચોરી

મોરબીના પીપળી ગામની સીમમાં આવેલી ગજાનંદ સોસાયટીમાં રહેતા રાજવીરસિંહ હેમંતસિંહ જાડેજા એ તેના ઘર પાસે ગત તા.-28/06/2024 ના રોજ તેનું GJ-36-K-8884 નંબરનું બાઈક પાર્ક કરેલ હતું. તે સમયે કોઈ અજાણ્યો શખ્સો તેનું 25 હજારનું બાઈક ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે રાજવીરભાઈએ બાઈક ચોરી અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

(2) મોરબીની આઈ ટી આઈ કોલેજ સામે દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબીની આઇ.ટી.આઇ કોલેજ સામે દારૂ સાથે ત્રિભોવનભાઇ પમાભાઇ રાઠોડને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી વિદેશી દારૂનો કુલ રૂ.-340 નો મળેલ મુદામાલ મોરબી તાલુકા પોલીસે જપ્ત કરી તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3) મોરબીના રવાપર નદી ગામે કારખાનામાં શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબીના રવાપર નદી ગામે આવેલ વોલીવુડ કારખાનાના લેબર કવાટર્સમાં રહેતા સંજયરાય આનંદરાય રાવ ઉ.20 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર કારખાનાના લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વિમલભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(4) મોરબીની અણિયારી ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીની અણીયારી ગામની સીમમાં ઠાકરશીભાઇની વાડીમા રહેતા લીલાબેન બહાદુરભાઇ ભાભોરએ ગત તા.-18/07/2024 ના રાત્રીના સમયે પોતાના ઘરે વાડીમા કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.આ બનાવ અંગે એન એન રૂપાલા એ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલિસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં મરણજનારના લગ્નનો સમયગાળૉ ચાર વરસનો છે, તેણીનો દિકરો બે વરસનો છે એવું જાણવા મળ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW