મોરબીના નિવૃત એસટી કંડકટર ગંગારામભાઈ ચકુભાઈ મકવાણાએ તેના પરિવાર સાથે મકનસર ગામે રહેતા હતા. ગત તા.-16/07/2024 ના રોજ બપોરના સાડા ચાર વાગ્યાની આસપાસ આરોપી ગોરધનભાઇના ટ્રેકટર ઉપર તેમનો દીકરો પ્રકાશ બેઠો હતો. ત્યારે બે અજાણ્યા માણસોએ પ્રકાશને ટ્રેકટર નીચે ફેંકી દીધો હતો અને તેની માથે ગોરધનભાઇએ ટ્રેકટર ફેરવી દીધું હતું.આ હત્યા નિપજાવવા મામલે આરોપી ગોરધનભાઇ સોમાભાઇ મગવાનીયા રહે.હનુમાનજી મંદિર વાળી શેરી, પ્રેમજીનગર, મકનસર તેમજ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો. બાદમાં પોલીસે ગોરધનભાઈ સોમાભાઈ મગવાનિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

