વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર નર્સરી ચોકડી નજીક રસ્તો ઓળંગી ઘરે જઈ રહેલ વનિતા બકાભાઈ સિંધવ ઉ.12 અને નયના બાબુભાઇ ચૌહાણ ઉ.8 નામની બાળકી સાથે રસ્તો ઓળંગી રહી હતી. તે સમય દરમિયાન GJ-03-EG-0419 નંબરના બાઈક ચાલકે બાઈક પુરઝડપેથી આવી બન્ને બાળકીઓને હડફેટે લઈ ઇજા પહોંચતા ભુરીબેન બકાભાઈ ચૌહાણએ તે બાઈક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

